હાથ માંથી છૂટતો એક હાથ આજ જોઉં છું,
સાથે વિતાવેલી એ યાદો પરોવું છું,
મન થી મન વચ્ચે બંધાયેલી એ લાગણીઓ ની,
મજબૂત થતી એ ગાંઠ આજ જોઉં છું.
.
આંખો ના પલકારા વચ્ચે વીતેલા વર્ષો,
અને હસતા હસતા ગાળેલો એ સમય આજ જોઉં છું,
રમતા રમતા બાંધેલી એ મિત્રતા ની પાળ ને,
ઉડતી યાદોં ની ધૂળમાં રગદોળાતી જોઉં છું.
.
ખોબો ભરી ને વિચારો લાવેલો,
થેલો ભરી ને યાદો લઇ જાઉં છું,
વર્તમાન ના વણાકે ઉગતો આથમતો આજ,
આંખો માંથી સરકતી યાદો ને જોઉં છું.
.
એક વિશ્વાસ નું ફૂલ વાવેલું ક્યારેક,
તમારો એના માટે નો અવકાશ આજ જોઉં છું
.
છું પ્રતિબિંબ હું પણ આપડી મિત્રતાના મકાન નું,
ક્યાંક અધુરો તો ક્યાંક પૂરો ખુદ ને જોઉં છું.
.
~મૌલિક ત્રિવેદી

Comments (0)