નીતરતી આંખો વચ્ચે એક સપનું ધોવાઇ ગયું,
ઈચ્છાની હેલી કરતુ એ રૂડું વાદળ ખોવાઈ ગયું,
.
સંબંધોની સંતાકુકડી માં અટવાયેલા મૌલિક થી આજ,
અમસ્તું જ હયાતી ના અરીસા માં જોવાઈ ગયું,
.
તિરસ્કાર ના કાંટા પર ચાલવા મથ્યો ને ત્યાં,
હતાશા ના અંધકાર માં મારું પ્રતિબિંબ વિસરાઈ ગયું,
.
આજ અજવાળી રાતે મારાથી રોવાઇ ગયું...

Comments (0)