પલકારો શમ્યો ને નવી સવાર આજ થઇ ગઈ,
જીવ્યા જે ઝીંદગી એની યાદો બાકી રહી ગઈ.
.
મન ની ઈચ્છાઓ ના વાવાઝોડા વચ્ચે,
એક ઝીંદગી જીવી ના જીવી ને વહી ગઈ.
.
નવી દિશાઓ વચ્ચે પણ એક સમાનતા દેખાઈ,
કૈક નવી રેખાઓ હાથ ની હથેળી મહી ખેંચાઈ.
.
લાગણીઓ ના વાદળો એવા ઘેરાયા કે,
હું ભીંજાયો ને મારી આંખો પણ ભીંજાઈ.
.
ચાલ્યા કદમ બે કદમ ના સથવારે ને ઝીંદગી રિસાઈ,
ફરી વર્તમાન પર ભવિષ્ય ની એ ગુલામી વર્તાઈ.
.
મળવા ભટક્યું મન એમને એક વાર ફરી,
ત્યાં મળ્યા એ મને ત્યાતો આંખો મીંચાઈ.
6:19 AM |
Category: |
0
comments

Comments (0)