મોંઘેરી આ દુનિયા માં બસ મારો એ પ્રેમ જ સસ્તો રહ્યો,

મારા ચારિત્ર્ય ને નિષ્પાપ રાખવા એને વેદના ના પથ્થર પર ઘસતો રહ્યો.

.

છુપાવી નફરત ના ડામ હાસ્ય ની ચાદર પાછળ,

લાગણીઓ ના ઘોડાપુર ને ગળ્વા મથતો રહ્યો.

.

ચાલ્યો ન ચાલ્યો એ તરફ ને ત્યાં તો,

આશાઓ ઓલવાઈ ગઈ ને બાકી ફક્ત રસ્તો રહ્યો,

.

અણગમા ના અંધારે, મારો એ સંતાપ વરસ્તો રહ્યો,

તિરસ્કાર ના રણ માં હુ પળ પળ તરસ્તો રહ્યો.

.

એ જોઇ બેફામ મારા પર વિધાતા હસતો રહ્યો

~ મૌલિક ત્રિવેદી

Comments (0)