વેહતી નદી ના નીર સુક્કા પડી ગયા,
અંધારા અજવાળા આજ ભેગા મળી ગયા,
.
મન માં રહેલી માન્યતાઓના મિનારા,
ચણ્યા ના ચણ્યા ને ધરાશાયી થઇ ગયા,
.
ઉઠી અસંતોષ ની એવી આંધી કે,
ઈચ્છાઓ ના ઝરૂખા ધૂળ માં મળી ગયા.
.
આવ્યું નિરાશા નું ઘોડાપુર એવું કે,
વિચારો ની કશ્તી ને પસ્તાવા ના મોજા નળી ગયા.
.
ને અંતે વાવ્યો એક છોડ ફરી પ્રય્તન નો ને ત્યાતો,
એને વાસ્તવિકતાઓ ના વાવાઝોડા ગળી ગયા.
.
વેહતી નદી ના નીર સુક્કા પડી ગયા,
અંધારા અજવાળા આજ ભેગા મળી ગયા,

Comments (0)