વાદ્ળ પાછળ સંતાકુકડી રમતા સૂરજ ને જોઈ રહ્યો છું,

ભૂતકાળ ના પાણી થી આજ મારી આંખો ધોઈ રહ્યો છું.

.

સંબંધો ની ભીડ વચ્ચે અથડાતો પછડાતો આજ,

પ્રેમ ના તડકા છાંયા મહી મારો પડછાયો ખોઈ રહ્યો છું.

.

પ્રયત્નો ના ફૂલ ને પકડવા મથ્યો ત્યારે,

નિષ્ફળતા ના અસહ્ય કાંટા સહી રહ્યો છું.

.

આઘાત પ્રત્યાઘાત ના બેય કિનારે બેઠો આજ,

વર્તમાન ને મારી આપવીતી કહી રહ્યો છું.

.

સંવેદના ના ત્રીજા કિનારે બેઠો આજ, આથમતા સૂરજ ને જોઈ રહ્યો છું.

Comments (0)