રાખડી ના તાંતણા ને પરોવી રહ્યો,

એમાં બાંધેલા મોતી માં મારી બહેન ને જોઈ રહ્યો છું,

.

બાંધવા જતા યાદોં ની ગાંઠ આજ,

અંધારે અજવાળે રોઈ રહ્યો છું,

.

લઇ સંબંધો ની પંખો એ નવા માળા માં ચાલી જાય છે,

ને દરેક રક્ષાબંધને એ પારકી થઇ ગયા નો એહસાસ થાય છે,

.

હળવા ઝગડા અને એ ઓશિકા ની લડાઈ,

એનો લાડકી હોવાનો રૂઆબ અને એ પપ્પા સામેની એની બડાઈ,

.

ઉંબરા ના સાથીયા ની એ સખી પલકારા માં કોક ની થઇ જાય છે,

.

ને પછી હાથ માં એ રક્ષાબંધન ના પરબીડિયા રહી જાય છે"

.

-મૌલિક ત્રિવેદી

Comments (0)