ચાલ ને એક ઘર બનાવું,
સ્નેહ અને સંવેદના ની માટી થી બનેલું એક નગર બનાવું.
.
સબંધો ના ઈંટ-માટી થી ચણું એને,
અને પ્રેમ ના દરવાજા અને બારો કરું,
.
કરું શાંતિ અને સુખ નો એક મબલખ બગીચો,
અને આધ્યાત્મિકતા ની ફુલવારી કરું.
.
હોય લાગણીઓ ના પગથીયા ઘરમાં,
ને માં-સમ્માન ની છત કરું.
.
હોય વડીલો સમા દેવ-દેવી ઘર માં,
અને એમની સેવા નું જીવન ભર વ્રત કરું.
.
ચાલ ને એક ઘર બનાવું,
સ્નેહ અને સંવેદના ની માટી થી બનેલું એક નગર બનાવું.
.
~મૌલિક ત્રિવેદી

Comments (0)