એક આગિયો આજ થરથર ધ્રુજે છે,
મોત ના ખોળે એને આજ જીવતર સુઝે છે.
.
ફફડાવી પાંખ મથે છે આગ ને ઠારવા,
નથી દેતી ઈચ્છાઓ એને મોત સામે હારવા
.
વર્તમાન નો ધુમાડો આંખને ભીંજવે છે,
ભૂતકાળ ના ભડકા આજ ભવિષ્ય ને ખીજવે છે,
.
તોય અહંકાર નું તેજ એને આગ માં હોમે છે,
લાચારી ની બળતરા આજ એના રોમે રોમે છે.
.
ભૌતિકતા ના ભોગે સાત્વિકતા કોહવાય છે,
ઈચ્છાઓ ના અગ્નિ સ્નાન હવે આગિયા થી ક્યાં જોવાય છે.
.
આગ ના લપકારા મન ની શીતળતા ને પૂજે છે,
એક આગિયો આજ થરથર ધ્રુજે છે,
મોત ના ખોળે એને આજ જીવતર સુઝે છે.
.
~ મૌલિક ત્રિવેદી
મોત ના ખોળે એને આજ જીવતર સુઝે છે.
.
ફફડાવી પાંખ મથે છે આગ ને ઠારવા,
નથી દેતી ઈચ્છાઓ એને મોત સામે હારવા
.
વર્તમાન નો ધુમાડો આંખને ભીંજવે છે,
ભૂતકાળ ના ભડકા આજ ભવિષ્ય ને ખીજવે છે,
.
તોય અહંકાર નું તેજ એને આગ માં હોમે છે,
લાચારી ની બળતરા આજ એના રોમે રોમે છે.
.
ભૌતિકતા ના ભોગે સાત્વિકતા કોહવાય છે,
ઈચ્છાઓ ના અગ્નિ સ્નાન હવે આગિયા થી ક્યાં જોવાય છે.
.
આગ ના લપકારા મન ની શીતળતા ને પૂજે છે,
એક આગિયો આજ થરથર ધ્રુજે છે,
મોત ના ખોળે એને આજ જીવતર સુઝે છે.
.
~ મૌલિક ત્રિવેદી
9:28 PM |
Category: |
0
comments

Comments (0)