એક પતંગિયું આજ મને બેરંગ દેખાય છે,
ભૂતકાળ ના ભડકા માં આજ એનો વર્તમાન સેકાય છે,
ઉડે તોય ઉડે કેમ કરી આજ,
સંતાપ ના સુસવાટા મહી દુર દુર ફંગોળાય છે,
બેસવા મથે છે ખુબ લાગણીઓ નાં પુષ્પ ઉપર,
નજીક જાય ને એને સમાજ ના ઉગાડેલા અણઘડ કાંટા દેખાય છે,
લાચારી ની ભીંત પર બેઠેલું એકલું અટુલું,
વીતેલી વાતો વાગોળતું દુઃખી હૈયે પછતાય છે,
વીંટાળી હાસ્ય ની ચાદર વસવસા નાં દામ પર,
વાસ્તવિકતાઓ ના બફારા માં આજ એના સપના કોહવાય છે,

~મૌલિક ત્રિવેદી

9:35 AM |
Category: |
0
comments

Comments (0)