વાદળ પાછળ સંતાકુકડી રમતા સુરજ ને જોઈ રહ્યો છું,
ભૂતકાળ ના પાણી થી આજ મારી આંખો ધોઈ રહ્યો છું.
.
સંબંધો ની ભીડ વચ્ચે અથડાતો કૂટાતો આજ,
પ્રેમ ના તડકા છાયા મહી મારો પડછાયો ખોઈ રહ્યો છું.
.
પ્રયત્નો ના ફૂલ ને પકડવા મથ્યો ત્યારે,
નિષ્ફળતા ના અસહ્ય કાંટા સહી રહ્યો છું,
.
આઘાત પ્રત્યાઘાત ના બંને કિનારે બેઠો,
વર્તમાન ને મારી આપવીતી કહી રહ્યો છું,
.
વરસો થી છુપાયેલા પ્રેમનાં પતંગિયાઓ ને,
નિસાસા ની ફુલવારી પર ઉડતા જોઈ રહ્યો છું,
.
બની ને એની અસીમ ખુશીઓ નો સથવારો આજ,
પલકારે પલકારે અમસ્તો જ રોઈ રહ્યો છું.
.
સંવેદના ના ત્રીજા કિનારે બેઠો આજ,
ઇચ્છાઓના સુરજ ને આથમતો જોઈ રહ્યો છું
.
`
મૌલિક ત્રિવેદી

Comments (0)