આંખ ના કિનારે એક સપનું આવી રહ્યું છે,
વિચારો ની માટી થી એક ઘર બનાવી રહ્યું છે!


એક વાદળ રીવાજો ના પરપોટા સંઘરતું,
ચણેલા ઘર તરફ ધસતું આવી રહ્યું છે!


કુદરત ની જાદુગરી પણ અનેરી છે મૌલિક,
માટી ના ઘર પર જ વાદળ વરસાવી રહ્યું છે!


પણ ઘર તો આત્મવિશ્વાસ નું છે,
કાળા ડીબાંગ વાદળ સમા શિયાળ ને એક સફેર સસલું હંફાવી રહ્યું છે!


રચાયું ખાબોચિયું સપનાઓ ના શબ નું,
તેમાં વાદળ નું પ્રતિબિંબ રચાઈ રહ્યું છે!


ઉગ્યું તેમાં ફરી ચેતના નું પુષ્પ,
તેને જોતા વાદળ સંતાપ નું આંસુ વહાવી રહ્યું છે!


પણ સમુદ્ર સંવેદનાઓ નો પાસે જ ધબકે છે,
એક મોજું મમતા નું તે પુષ્પ ને દ્રાવક હૈયે ધવરાવી રહ્યું છે!


વાદળ રંગહીન, નિસ્તેજ સફેદ,
એકલું અટુલું પર્વત ની પેલે પાર રસ્તા ના બે ફાંટા વચ્ચે ઉભું,
અંધારા-અજવાળા જોતું મન માનવી રહ્યું છે!


એક સંધ્યા ની સપ્તપદી અને મૌલિક નું માનસપટ,
ક્ષિતિજ નાં ખોળે ડૂબતા સુરજ ને ભાળી રહ્યું છે!
.
~મૌલિક ત્રિવેદી

Comments (0)