વાદળ પાછળ સંતાકુકડી રમતા સુરજ ને જોઈ રહ્યો છું,
ભૂતકાળ ના પાણી થી આજ મારી આંખો ધોઈ રહ્યો છું.
.
સંબંધો ની ભીડ વચ્ચે અથડાતો કૂટાતો આજ,
પ્રેમ ના તડકા છાયા મહી મારો પડછાયો ખોઈ રહ્યો છું.
.
પ્રયત્નો ના ફૂલ ને પકડવા મથ્યો ત્યારે,
નિષ્ફળતા ના અસહ્ય કાંટા સહી રહ્યો છું,
.
આઘાત પ્રત્યાઘાત ના બંને કિનારે બેઠો,
વર્તમાન ને મારી આપવીતી કહી રહ્યો છું,
.
વરસો થી છુપાયેલા પ્રેમનાં પતંગિયાઓ ને,
નિસાસા ની ફુલવારી પર ઉડતા જોઈ રહ્યો છું,
.
બની ને એની અસીમ ખુશીઓ નો સથવારો આજ,
પલકારે પલકારે અમસ્તો જ રોઈ રહ્યો છું.
.
સંવેદના ના ત્રીજા કિનારે બેઠો આજ,
ઇચ્છાઓના સુરજ ને આથમતો જોઈ રહ્યો છું
.
`મૌલિક ત્રિવેદી
9:37 AM |
Category: |
0
comments
આજ યાદો ની હેલી એવી થઇ,
આંખો ના આકાશે થી મારી ઈચ્છાઓ વરસતી રહી,
બનવા મથ્યો એક લાગણીનું ઝરણું ને ત્યાતો,
કિનારે કિનારે મારી હયાતી તરસતી રહી.
.
અરમાનો ના મિનારા નિરાસા ની ધૂળ માં મળી ગયા,
વિધાતા ની કલમ ને નસીબ ના અંધારા નડી ગયા,
મળ્યો રસ્તો ને ત્યાતો, રસ્તા ના બે ફાંટા જળી ગયા.
.
એક તરફ ભૂતકાળ નો સૂર્યાસ્ત થઇ ચુક્યો હતો,
અને એક તરફ ભવિષ્ય નો સૂર્યોદય થવામાં હતો,
વર્તમાન, ઉષા અને સંધ્યા નો લાલી માં ગૂંચવાયેલો,
મારી સમક્ષ લાચાર બનીને ઉભો હતો.
.
એક મૃગજળ જેવી મારી જીંદગી ને હું જીવતો ગયો,
જીવન કેરી કિતાબ ના પન્ના આંસુઓ ની સ્યાહી થી ભીંજવતો ગયો,
ના પકડી સક્યો એ પ્રેમ રૂપી પતંગિયા ને, ના બનાવી સક્યો એને સંગાથ જીવન નો,
હતો એજ સન્નાટો જે પેહલા પણ હતો, અને એકલતા ને બસ સંગાથ હતો મન નો.
.
હકીકત ની દોરી માં આજ યાદો ના મણકા પરોવું છું,
અસંતોષ ના દરિયા માં ડૂબતા મારા સુરજ રૂપી પ્રતિબિંબ ને જોઉં છું.
.
~મૌલિક ત્રિવેદી

9:20 AM |
Category: |
1 comments